
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત વલસાડ ભાજપે પત્રકાર પરિષદ યોજી
દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા "સંકલ્પ સે સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત વલસાડ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર ના સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરની સુચના અને માર્ગદર્શન મુજબ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ,લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મોદી સરકાર ના સફતળતા...