
ન્યાયસભાના બેનર હેઠળ MLA અનંત પટેલના ઉશ્કેરણીજનક ભાષણ બાદ મોટી તંબાડી ગામે કોળી પટેલ મહિલાની વાડી માં લુખ્ખા તત્વોએ કરી તોડફોડ : જમીન માલિક મહિલાની ન્યાયની માંગ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટી તંબાડી ગામે થયેલી એક ગંભીર ઘટનાએ સ્થાનિક પ્રજા અને વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનામાં, વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ, દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકીયા તેમજ સ્થાનિક સરપંચો દ્વારા આયોજિત એક ન્યાય સભામાં આપવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ગામની એક મહિલા જમીન માલિકે ભારે નુકસાન અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે.
આ ઘટના નિંદનીય છે અને રાજકીય આગેવાનો દ્વારા આવા વિવાદાસ્પદ નિવેદનો આપવા સામાજિક સંવાદિતા અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો બની રહે છે. બે દિવસ પૂર્વે મોટી તંબાડી ગામના વડીયા ફળિયામાં, જનનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના અન્યાય સામે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં અનંત પટેલે ગામના લોકોને ઉશ્કેરતાં જણાવ્યું હતું કે, “જો કોઈ બહારનો વ્યક્તિ તમારી જમીન પર કબજો કરે, તો તેને થપ...