Wednesday, February 18News That You Want to Read

Author: Meroo Gadhvi

સરીગામમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વ. કમલાશંકર એસ. રાય ની 22મી પુણ્યતિથીએ 1670 યુનિટ રક્ત એકત્ર કરી મહારક્તદાન શિબિરના સૂત્રને સાર્થક કર્યું 

સરીગામમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વ. કમલાશંકર એસ. રાય ની 22મી પુણ્યતિથીએ 1670 યુનિટ રક્ત એકત્ર કરી મહારક્તદાન શિબિરના સૂત્રને સાર્થક કર્યું 

Gujarat, National
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે યોજાયેલા અનોખા મહારક્તદાન શિબિરમાં 1670 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે, જે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આયોજિત કરવામાં આવે છે. આ શિબિર સ્વર્ગસ્થ કમલાશંકર એસ. રાય, જેઓ સરીગામ અને ઉમરગામ તાલુકાના એક લોકપ્રિય સામાજિક અને રાજકીય અગ્રણી હતા, તેમની પુણ્યતિથિ નિમિત્તે યોજાય છે. જેમાં આ વર્ષે 31મી જુલાઈ 2025ના રોજ યોજાયેલ રક્તદાન શિબિરમાં રેકોર્ડ બ્રેક 1670 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. આ વર્ષે, સ્વ. કમળાશંકર રાયની 22મી પુણ્યતિથિ નિમિત્તે, ફરી એકવાર આ ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાકેશ રાયે જણાવ્યું કે, આ શિબિર બાપુજીની યાદમાં એક રેકોર્ડ તરફ જઈ રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગયા વર્ષના 1175 યુનિટના રેકોર્ડને તોડીને આ વર્ષે 1670 યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક હાંસિલ કર્યો છે. યુવા શક્તિ ચેરિટેબ...
વાપીમાં રાજસ્થાન ભવન ખાતે યોજાયેલ સ્વ. મંજુ દાયમાની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર, 441 યુનિટ રક્ત એકત્ર

વાપીમાં રાજસ્થાન ભવન ખાતે યોજાયેલ સ્વ. મંજુ દાયમાની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર, 441 યુનિટ રક્ત એકત્ર

Gujarat, National
વાપી: વાપીના રાજસ્થાન ભવન ખાતે, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી, પૂર્વ નગરસેવિકા અને પ્રખર સમાજસેવિકા સ્વર્ગીય મંજુ દાયમાની 18મી પુણ્યતિથિ નિમિત્તે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દાયમા પરિવાર અને રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી યોજાતા આ ભગીરથ કાર્યમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્ષે કુલ 441 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સ્વ. મંજુ દાયમાના સેવાકીય કાર્યોને યાદ કરતાં દાયમા પરિવારે જણાવ્યું કે, તેઓ સમાજ સેવા માટે હંમેશા તત્પર રહેતા હતા. ભુજના ભૂકંપ અને કારગિલ યુદ્ધ જેવી કટોકટીની પરિસ્થિતિઓમાં લોહીની તાતી જરૂરિયાત ઊભી થતાં તેમણે રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઝડપ્યું હતું. તેમના નિધન બાદ, આ સેવાકાર્યને આગળ ધપાવતાં દાયમા પરિવારે દર વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવાનું શર...
વાપીની પાંજરાપોળના મૃત પશુઓનો વાયરલ વિડિઓ વિવાદ: જીવદયાના નામે ક્રૂરતા કે ગેરસમજ? એક તટસ્થ અહેવાલ

વાપીની પાંજરાપોળના મૃત પશુઓનો વાયરલ વિડિઓ વિવાદ: જીવદયાના નામે ક્રૂરતા કે ગેરસમજ? એક તટસ્થ અહેવાલ

Gujarat, National
વાપી નજીક આવેલી રાતા પાંજરાપોળમાંથી મૃત પશુઓના મૃતદેહના નિકાલ સંબંધિત એક વિડિયોએ ગુજરાતમાં પશુપ્રેમીઓ અને સામાન્ય જનતામાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે. આ વિડિયોમાં, મૃત પશુઓને અમાનવીય રીતે ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું અને તેમના ચામડા કાઢી લેવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. બીજી તરફ, પાંજરાપોળના સંચાલકો આ પ્રક્રિયાને "આર્ય પદ્ધતિ" ગણાવીને પોતાનો બચાવ કરી રહ્યા છે અને તેને કોઈ પણ પ્રકારની ક્રૂરતા માનવાનો ઇનકાર કરી રહ્યા છે. આ અહેવાલ આ સમગ્ર ઘટનાક્રમની ગંભીરતા, સંચાલકોના બચાવ, કાયદાકીય જોગવાઈઓ અને નૈતિક જવાબદારીઓની તટસ્થ છણાવટ કરવાનો પ્રયાસ કરે છે, જેથી વાસ્તવિકતા અને ગેરસમજ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ શકે. વાયરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રેક્ટર મૃત પશુઓના મૃતદેહને પાંજરાપોળના ગેટની બહાર ખુલ્લા મેદાનમાં ફેંકી રહ્યું છે. આ મેદાનમાં અગાઉથી જ અનેક મૃતદેહો પડેલા છે, આસપાસ કુતરા...
ગીરની દંતકથા સમાન જય-વીરુની અમર જોડીનો કરુણ અંત, મિત્રતાના પ્રતીક સિંહબંધુઓની ચિરવિદાયથી જંગલમાં ગુંજતી તેમની ડણક કાયમ માટે શમી ગઈ

ગીરની દંતકથા સમાન જય-વીરુની અમર જોડીનો કરુણ અંત, મિત્રતાના પ્રતીક સિંહબંધુઓની ચિરવિદાયથી જંગલમાં ગુંજતી તેમની ડણક કાયમ માટે શમી ગઈ

Gujarat, National
ગીરના જંગલની શોભા સમાન, અને મિત્રતાના પ્રતીક સમી સિંહ જોડી જય અને વીરુ હવે નથી રહ્યા. એકાદ મહિના પહેલાં વીરુના અને આજે, 29 જુલાઈ, 2025 ના રોજ જયના અવસાન સાથે, ગીરની આ દંતકથારૂપ જોડી હંમેશ માટે વિખરાઈ ગઈ છે. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસો છતાં, આ સિંહ જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને શરણ થઈ. જયની સારવાર માટે વનતારાની ટીમે પણ ગીરમાં બે દિવસ રોકાણ કર્યું હતું, પરંતુ કમનસીબે તેઓ પણ ઈચ્છિત પરિણામ મેળવી શક્યા નહીં. પરિમલ નથવાણી દ્વારા શોક વ્યક્ત વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ અત્યંત ભારે હૃદય સાથે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વીરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. જય-વીરુની અદ્ભૂત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી ...
ઘોડબંદરથી તલાસરી NH-48 માર્ગની દયનીય સ્થિતિ અંગે સાંસદ ડો. હેમંત સવરાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત, વલસાડના નેતાઓ પણ આવી રજુઆત કરે

ઘોડબંદરથી તલાસરી NH-48 માર્ગની દયનીય સ્થિતિ અંગે સાંસદ ડો. હેમંત સવરાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત, વલસાડના નેતાઓ પણ આવી રજુઆત કરે

Gujarat, National
પાલઘર લોકસભા મતવિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ (NH-48) પર ઘોડબંદરથી તલાસરી વચ્ચેના માર્ગની અત્યંત ખરાબ અને જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને, પાલઘરના સાંસદ ડો. હેમંત સવરાએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને આ સંદર્ભે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરતું એક નિવેદન સુપરત કર્યું છે. પરંતુ, શું વલસાડ જિલ્લામાંથી પસાર થતા NH-48ની સ્થિતિ પણ ઓછી ખરાબ છે? વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓ અને જાગૃત નાગરિકો પણ લાંબા સમયથી NH-48ની દયનીય સ્થિતિ અંગે ચિંતિત છે. જિલ્લામાંથી પસાર થતા આ મહત્વપૂર્ણ માર્ગ પર પણ ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને ચોમાસાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. દરરોજ હજારો વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો આ માર્ગ પરથી પસાર થાય છે, અને રસ્તાની આ પરિસ્થિતિ અકસ્માતોનું કારણ બની રહી છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. પાલઘરના સાંસદ ...
ખાડા માર્ગ બનેલા નેશનલ હાઇવે 48 પર અણ્ણા હઝારેની હાકલ: મહારાષ્ટ્રના વાહનચાલકોની સમસ્યાઓનો 8 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી! ગુજરાતમાં આવી પહેલનો અભાવ કેમ?

ખાડા માર્ગ બનેલા નેશનલ હાઇવે 48 પર અણ્ણા હઝારેની હાકલ: મહારાષ્ટ્રના વાહનચાલકોની સમસ્યાઓનો 8 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી! ગુજરાતમાં આવી પહેલનો અભાવ કેમ?

Gujarat, National
મહારાષ્ટ્ર રાજ્ય ટ્રક ટેમ્પો ટેન્કર બસ વાહતુક મહાસંઘ દ્વારા ગત રવિવારે, 27 જુલાઈ, 2025 ના રોજ, પદ્મભૂષણ પુરસ્કૃત વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેની પવિત્ર ભૂમિ રાળેગણ સિદ્ધિ ખાતે એક ભવ્ય રાજ્યવ્યાપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુંબઈ, થાણે, પાલઘર, પુણે, સાંગલી, સતારા, કોલ્હાપુર અને અહમદનગર (અહિલ્યા નગર) સહિત મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વાહનચાલકો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉમટી પડ્યા હતા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનવ્યવહાર ક્ષેત્રને લગતી વિવિધ સમસ્યાઓ પર ચર્ચા કરવાનો હતો. ગુજરાતમાં આવી પહેલનો અભાવ કેમ? વલસાડના વાહનચાલકોના પ્રશ્નોનું શું? એક તરફ મહારાષ્ટ્રમાં વાહનચાલકો પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સમાજસેવકો અને સંગઠિત પ્રયાસો દ્વારા સરકાર સુધી પહોંચી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતના વલસાડ જિલ્લામાં આ પ્રકારની અસરકારક પહેલનો સ્પષ્ટ અભાવ જોવા મળે છ...
ધરમપુરનું વિલ્સન હિલ: કુદરતી સૌંદર્યનો ઐતિહાસિક વારસો ધાર્મિક પ્રભાવ સહિતના પડકારોથી જોખમમાં?

ધરમપુરનું વિલ્સન હિલ: કુદરતી સૌંદર્યનો ઐતિહાસિક વારસો ધાર્મિક પ્રભાવ સહિતના પડકારોથી જોખમમાં?

Gujarat, National
ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ધરમપુર, ખાસ કરીને વિલ્સન હિલ માટે જાણીતું છે. ચોમાસામાં અહીંનું ધુમ્મસભર્યું વાતાવરણ, લીલીછમ ટેકરીઓ અને વાદળોનો સમન્વય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. વરસાદની ઝરમર અને ઠંડી હવા આ સ્થળને આહલાદક બનાવે છે. પ્રવાસીઓ અહીંના શાંત વાતાવરણ, સનરાઇઝ-સનસેટ પોઈન્ટ અને ટ્રેકિંગની મજા માણે છે. જોકે, વધતી ભીડ અને ધાર્મિક પ્રભાવે આ સ્થળની મૂળ ઓળખને જોખમમાં મૂકી છે.   વિલ્સન હિલનું ઐતિહાસિક મહત્વ પણ અનન્ય છે. 1923માં મુંબઈના ગવર્નર લોર્ડ વિલ્સનની મુલાકાત બાદ આ સ્થળનું નામકરણ થયું. અહીંનો ઐતિહાસિક સ્તંભ ધરમપુરના રાજવી પરિવાર અને બ્રિટીશ શાસનની યાદ અપાવે છે. પ્રાચીન મંદિરો શ્રદ્ધાળુઓને આકર્ષે છે, પરંતુ ધાર્મિક સંસ્થાઓનો વધતો પગપેસારો ચિંતાજનક છે. ધાર્મિક બાંધકામો કુદરતી સૌંદર્યને ખલેલ પહોંચાડે છે, જ્યારે યાત્રાળુઓની ભીડથી ટ્રાફિક, પાર્કિંગ અને કચરાની સમસ્યા વધે છે. પ્...
વલસાડમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ શરૂ: સાંસદ ધવલભાઈ પટેલે લીલી ઝંડી બતાવી

વલસાડમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ શરૂ: સાંસદ ધવલભાઈ પટેલે લીલી ઝંડી બતાવી

Gujarat, National
વલસાડ, 27 જુલાઈ, 2025: વલસાડ જિલ્લા માટે ખુશીના સમાચાર છે. લાંબા સમયથી પ્રતીક્ષિત વંદે ભારત ટ્રેન (નંબર 20901/20902) ને હવે વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના અથાક પ્રયાસો બાદ આ નિર્ણય લેવાયો છે. આજરોજ સાંસદ ધવલભાઈ પટેલે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 પર લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ડિવિઝનલ રેલવે મેનેજર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ધવલભાઈ પટેલે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના વિકાસ માટે તેઓ કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં અન્ય ટ્રેનોના સ્ટોપેજ અને નવી ટ્રેનો શરૂ ક...
गुजरात बनेगा AI-सक्षम शासन का सिरमौर: मुख्यमंत्री भूपेंद्र पटेल ने AI क्रियान्वयन एक्शन प्लान को दी मंज़ूरी!

गुजरात बनेगा AI-सक्षम शासन का सिरमौर: मुख्यमंत्री भूपेंद्र पटेल ने AI क्रियान्वयन एक्शन प्लान को दी मंज़ूरी!

Gujarat, National, Science & Technology
गांधीनगर, 26 जुलाई: गुजरात सरकार ने आर्टिफिशियल इंटेलिजेंस (AI) के क्षेत्र में एक ऐतिहासिक कदम उठाया है। मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने राज्य को देश का AI-इनेबल्ड गवर्नेंस लीडर बनाने के उद्देश्य से 'एक्शन प्लान फॉर इम्प्लीमेंटेशन ऑफ AI (2025-2030)' को अपनी मंजूरी दे दी है। यह पंचवर्षीय दृष्टिकोण 'विकसित गुजरात@2047' के लिए एक डिजिटल ट्रांसफॉर्मेशन स्ट्रेटेजी के रूप में कार्य करेगा। प्रधानमंत्री श्री नरेंद्र मोदी की AI सेक्टर में भारत को वैश्विक नेतृत्व के लिए तैयार करने की प्रतिबद्धता के अनुरूप, गुजरात का यह एक्शन प्लान राज्य सरकार को अत्याधुनिक AI क्षमताओं से लैस करेगा। इसका लक्ष्य शासन व्यवस्था में स्मार्ट निर्णय लेना, नागरिक-उन्मुखी योजनाओं को बेहतर ढंग से लागू करना, सेवा वितरण प्रणाली को तेज और प्रभावी बनाना और कल्याणकारी योजनाओं का लाभ जन-जन तक पहुंचाना है। मुख्यमंत्री श्री भूप...
ગુજરાત પોલીસ: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વલસાડ દ્વારા ભીલાડ NDPS કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર મહિલા આરોપીને ઝડપી લીધી

ગુજરાત પોલીસ: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વલસાડ દ્વારા ભીલાડ NDPS કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર મહિલા આરોપીને ઝડપી લીધી

Gujarat, National
વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને ભીલાડ પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલી મહિલા આરોપી નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખ (ઉ.વ. 48) ને પકડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક, શ્રી પ્રેમ વીર સિંહ (IPS) ના સીધા માર્ગદર્શન હેઠળ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક, મે. ડૉ. કરનરાજ વાઘેલા (IPS) એ હત્યા, ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ફરિયાદીઓને ન્યાય મળે અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી, સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.યુ. રોઝ, SOG વલસાડ (કેમ્પ. વાપી) ને આવા ફરાર આરોપીઓ અંગે ગુનાઓના કેસ કાગળોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા અને આરોપીઓના સગાં-સંબંધીઓ તેમજ તેમના વ્યવસાય...