પર્યટન પછી શિક્ષણ ક્ષેત્રે પણ તુર્કીયે સાથે છેડો ફાડતી ભારતની સંસ્થાઓ
Vihar Vaishnav, હૈદરાબાદ: મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટી (MANUU) એ ગુરુવારે યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ, તુર્કીયે સાથેના તેના શૈક્ષણિક સમજૂતી કરાર (MoU) ને તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરી.
ભારત-પાકિસ્તાન તણાવની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓને તુર્કીયે દ્વારા સમર્થન આપવાના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટીએ 2 જાન્યુઆરી, 2024 ના રોજ યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ, તુર્કીયે સાથે પાંચ વર્ષ માટે એક એમઓયુ કર્યા હતા, જે અંતર્ગત ભાષા, ભાષાશાસ્ત્ર અને ઇન્ડોલોજી સ્કૂલમાં ટર્કિશ ભાષામાં ડિપ્લોમા શરૂ કરવામાં આવ્યો હતો.
આ માટે એક વિઝિટિંગ પ્રોફેસરની સેવાઓ લેવામાં આવી હતી. MANUUના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તુર્કીયેથી આવેલા વિઝિટિંગ પ્રોફેસર પહેલાથી જ પોતાના દેશ પરત ફર્યા છે.
આ નિર્ણય સાથે, MANUU તુર્કીયેની શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહયોગમાંથી ખસી જતી ભા...








