Wednesday, February 18News That You Want to Read

News

ભારતની મોટી સિદ્ધિ! પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક ‘Nafithromycin’ વિકસાવ્યું, કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત અસરકારક

ભારતની મોટી સિદ્ધિ! પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક ‘Nafithromycin’ વિકસાવ્યું, કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત અસરકારક

Gujarat, National, News, Science & Technology
વૉકહાર્ટના સહયોગથી DBT દ્વારા સંશોધન: ઉદ્યોગ-શિક્ષણ જગતની ભાગીદારીનું સફળ ઉદાહરણ Advertisement હિમોફિલિયાની જીન થેરાપીનું પ્રથમ સ્વદેશી ક્લિનિકલ ટ્રાયલ પણ સફળ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર), ડૉ. જિતેન્દ્ર સિંહે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભારતે પોતાની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક "નેફિથ્રોમાઇસિન"/ Nafithromycin વિકસાવી છે. આ એન્ટિબાયોટિક પ્રતિરોધક શ્વસન ચેપ સામે અત્યંત અસરકારક છે અને ખાસ કરીને કેન્સરના દર્દીઓ તથા અનિયંત્રિત ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ડૉ. સિંહે કહ્યું કે આ અણુ સંપૂર્ણપણે ભારતમાં જ કલ્પના કરાયેલો, વિકસાવેલો અને ક્લિનિકલી પ્રમાણિત થયેલો પ્રથમ અણુ છે, જે દવાના ક્ષેત્રમાં 'આત્મનિર્ભરતા' તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સરકારી-ખાનગી ક્ષેત્રનો સફળ સહયોગ: આ એન્ટિબાયોટિક ભારત સરકારના જૈવ તકનીકી વિભાગ (DBT) દ્વારા જાણ...
દિવાળીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

દિવાળીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Gujarat, National, News, Science & Technology
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ દિવાળીની પૂર્વ સંધ્યાએ પોતાના સાથી નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. Advertisement એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “દિવાળીના શુભ પ્રસંગે, હું ભારત અને વિશ્વભરના તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. Advertisement ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક, દિવાળી, ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન અને ખરાબ પર સારાના વિજયનું પ્રતીક છે. દેશભરમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવતો, દિવાળીનો શુભ પ્રસંગ પરસ્પર સ્નેહ અને ભાઈચારાનો સંદેશ આપે છે. આ દિવસે, ભક્તો સંપત્તિ અને સમૃદ્ધિની દેવી, દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આનંદનો આ તહેવાર આત્મચિંતન અને આત્મ-સુધારણાનો પણ પ્રસંગ છે. આ તહેવાર વંચિતો અને જરૂરિયાતમંદોને મદદ અને ટેકો આપવાનો અને તેમના જીવનમાં આનંદ લાવવાનો પણ એક અવસર છે. હું દરેક...
ચંદન સ્ટીલ લિમિટેડ EEPC ઈન્ડિયાના એવોર્ડથી સન્માનિત, રાષ્ટ્રપતિએ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને બિરદાવ્યો

ચંદન સ્ટીલ લિમિટેડ EEPC ઈન્ડિયાના એવોર્ડથી સન્માનિત, રાષ્ટ્રપતિએ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને બિરદાવ્યો

Gujarat, National, News, Science & Technology
ઉમરગામ GIDC માં કાર્યરત ચંદન સ્ટીલ લિમિટેડ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણથી અભિનંદન નો વરસાદ વરસ્યો છે, તાજેતરમાં નવી દિલ્હીમાં આયોજિત એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (EEPC) ઈન્ડિયાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં, કંપનીને સ્ટીલ ફોર્જિંગ શ્રેણી (મોટા સાહસ) માટે સર્વોચ્ચ નિકાસ શ્રેષ્ઠતાનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર કંપનીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની હાજરીમાં, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના હસ્તે મળ્યો. આ સન્માન ચંદન સ્ટીલની વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા અને ગુણવત્તાનું પ્રમાણપત્ર છે, જે સમગ્ર ટીમના અથાક સમર્પણ અને મહેનતનું પરિણામ છે. આ સિદ્ધિ ભારતની નિકાસ ક્ષમતા અને એન્જિનિયરિંગ ક્ષેત્રના વિકાસને ઉજાગર કરે છે, જે 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ ભારતને 'નવાચાર અર્થતંત્ર' બનાવવાનો સંકલ્પ લ...
ગુજરાતમાં વરસાદનો અનોખો હિસાબ: દક્ષિણ ગુજરાતમાં 107% થી વધુ, સૌરાષ્ટ્ર હજુ પણ સરેરાશથી દૂર તો રાજ્યમાં 50થી વધુ જાનહાનિ અને વ્યાપક વિનાશ પણ

ગુજરાતમાં વરસાદનો અનોખો હિસાબ: દક્ષિણ ગુજરાતમાં 107% થી વધુ, સૌરાષ્ટ્ર હજુ પણ સરેરાશથી દૂર તો રાજ્યમાં 50થી વધુ જાનહાનિ અને વ્યાપક વિનાશ પણ

Gujarat, National, News
ગુજરાતમાં આ વર્ષના ચોમાસાએ આખા રાજ્યને એક સમાન ભેટ આપી નથી. એક તરફ રાજ્યનો સરેરાશ વરસાદ સદીની નજીક પહોંચી ગયો છે, તો બીજી તરફ પ્રાદેશિક અસમાનતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વરસાદના આંકડા મુજબ, રાજ્યના કેટલાક ભાગો જળબંબાકારથી ભરાઈ ગયા છે, જ્યારે અન્ય વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં 6 સપ્ટેમ્બર, 2025 સુધીના તાજા અહેવાલ મુજબ, રાજ્યમાં કુલ 871.73 મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વાર્ષિક વરસાદના 98.85% જેટલો છે. આ આંકડો જોઈને લાગે છે કે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું છે, પરંતુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતાં પ્રાદેશિક તફાવત ઉડીને આંખે વળગે છે. દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી: રાજ્યના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ, એટલે કે 1570.74 મિમી વરસાદ પડ્યો છે, જે આ પ્રદેશની સરેરાશના 107.58% જેટલો છે. અહીંના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકામાં તો 1989 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે તેન...
ગણેશ મહોત્સવમાં શિવાજીના ઈતિહાસ અને આધુનિક AIનો અનોખો સંગમ: ધરમપુરના દસોંદી ફળિયામાં ‘બોલતા ગણપતિ’નું સ્થાપન

ગણેશ મહોત્સવમાં શિવાજીના ઈતિહાસ અને આધુનિક AIનો અનોખો સંગમ: ધરમપુરના દસોંદી ફળિયામાં ‘બોલતા ગણપતિ’નું સ્થાપન

Gujarat, National, News
ધરમપુર, દસોંદી ફળિયું: ધરમપુરના દસોંદી ફળિયામાં આ વર્ષે ગણેશોત્સવ પરંપરા અને આધુનિકતાના અનોખા સંગમ સાથે ઉજવાઈ રહ્યો છે. યુવા શક્તિ યુવક મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક કિલ્લાની થીમ પર ભવ્ય સજાવટ કરવામાં આવી છે. આ સાથે, ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ગણપતિ બન્યા છે, જે ભક્તો સાથે વાતચીત કરી તેમને ધાર્મિક માર્ગદર્શન અને આશીર્વાદ આપે છે. 76 વર્ષથી અકબંધ પરંપરા: દસોંદી ફળિયાનો ગણેશ ઉત્સવ છેલ્લા 76 વર્ષથી પોતાની આગવી પરંપરા જાળવી રહ્યો છે. ગણપતિદાદાની માટીની મૂર્તિ દહાણુના એક જ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. ચતુર્થીના દિવસે વહેલી સવારે ભજનો સાથે મૂર્તિને આખા ફળિયામાં ફેરવીને ત્યારબાદ મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે. AI ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર: આ વર્ષે શિવાજી મહારાજના શૌર્ય અને પરાક્રમને ઉજાગર કરતી કિલ્લાની...
ધરમપુરના વિલ્સન હિલનું રહસ્યમય વરુણ દેવ મંદિર: ઘાસની ઝૂંપડીમાં બિરાજેલા વરસાદ દેવ આસ્થા, ચમત્કાર, પ્રકૃતિ અને પરંપરાના અતૂટ બંધનનું પ્રતિક, ધરમપુરના રાજાને પણ બતાવ્યો છે ચમત્કારનો પરચો

ધરમપુરના વિલ્સન હિલનું રહસ્યમય વરુણ દેવ મંદિર: ઘાસની ઝૂંપડીમાં બિરાજેલા વરસાદ દેવ આસ્થા, ચમત્કાર, પ્રકૃતિ અને પરંપરાના અતૂટ બંધનનું પ્રતિક, ધરમપુરના રાજાને પણ બતાવ્યો છે ચમત્કારનો પરચો

Gujarat, National, News
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રમણીય વિલ્સન હિલની ગોદમાં, એક એવું પૌરાણિક મંદિર આવેલું છે જે સદીઓથી લોકવાયકાઓ અને અખૂટ આસ્થાના તાણાવાણામાં ગૂંથાયેલ છે. આ કોઈ ભવ્ય ઇમારત નથી, પરંતુ એક સાધારણ ઘાસની ઝૂંપડી છે – છતાં તેની સાથે જોડાયેલી દિવ્ય શ્રદ્ધા તેને અનેક કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે. ધરમપુરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા આ સ્થળની આસપાસ દત્ત મંદિર અને શંકર ધોધ જેવા અન્ય દેવસ્થાનો પણ આવેલા છે, જે આ પ્રદેશના આધ્યાત્મિક મહત્વમાં વધારો કરે છે. જ્યાં દેવોએ સ્વયં કર્યું છે નિર્માણ અને પેઢીઓનો વારસો શ્વાસ લે છે! સ્થાનિક લોકવાયકા મુજબ, આ વરુણ દેવનું મંદિર મનુષ્ય દ્વારા નહીં, પરંતુ સ્વયં દેવો દ્વારા બાંધવામાં આવ્યું છે. આ જ કારણ છે કે આજે પણ લાખો પ્રયાસો છતાં તેનું પાકું ચણતર કરી શકાતું નથી. કેટલાક લોકો તો એવું પણ માને છે કે આ મંદિર 800 વર્ષથી પણ વધુ પ્રાચીન છે, જે તેની ઐતિહાસિકતા...
ધરમપુરના ઐતિહાસિક વારસા પર ઘેરાતો સંસ્થાકીય ‘ડોળો’: લેડી વિલ્સન મ્યુઝિયમ અને 200 વર્ષ જૂના ખંડેર બંગલા પર પ્રશ્નાર્થ!

ધરમપુરના ઐતિહાસિક વારસા પર ઘેરાતો સંસ્થાકીય ‘ડોળો’: લેડી વિલ્સન મ્યુઝિયમ અને 200 વર્ષ જૂના ખંડેર બંગલા પર પ્રશ્નાર્થ!

Gujarat, National, News
ધરમપુર સ્ટેટનાં શાહી પરિવાર પોતાની ઐતિહાસિક વારસાની મિલકતો ખાનગી ટ્રસ્ટ અથવા સમકક્ષ ખાનગી માલિકોને વેચી રહ્યાં હોવાનું જાણવાં મળ્યું છે. ત્યારે, 12મી સદીનું રામનગર - 17 મી સદીમાં ઘરમપુર તરીકે ઓળખાયું. હવે 21 મી સદીમાં કોનાં નામે ઓળખાશે? ધરમપુર : દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક શહેર ધરમપુરનો સમૃદ્ધ રાજવી વારસો અને તેની ઐતિહાસિક મિલકતો હાલ એક ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. એક ચોક્કસ ધાર્મિક સંસ્થા દ્વારા ધરમપુરના રાજવી પરિવારની મિલકતો પર ક્રમશઃ પોતાનો કબ્જો જમાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકાઓ પ્રબળ બની છે. આ સંસ્થાએ રાજવીની પહાડી પરની જગ્યાથી માંડીને શહેરની અન્ય મિલકતો પણ ખરીદી લીધી છે, અને હવે તેમની નજર ધરમપુરના ગૌરવ સમા 'ધ લેડી વિલ્સન મ્યુઝિયમ' અને એક 200 વર્ષ જૂના, રાજવીઓ સાથે કોઈ સંબંધ ન ધરાવતા ખંડેર બંગલા પર પણ મંડાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ચોક્કસ ધાર્મિક સંસ્થાએ સૌપ્રથમ ધરમપુર રાજ...
નાની વહિયાળમાં ચામાચીડિયાઓનું નિવાસસ્થાન બનેલ જર્જરિત બંગલો પર ‘બેપગા ચામાચીડિયા’નો ડોળો: પ્રવાસન સ્થળ બનાવવાની જીદ પાછળ જમીન પચાવવાનું ષડયંત્ર?

નાની વહિયાળમાં ચામાચીડિયાઓનું નિવાસસ્થાન બનેલ જર્જરિત બંગલો પર ‘બેપગા ચામાચીડિયા’નો ડોળો: પ્રવાસન સ્થળ બનાવવાની જીદ પાછળ જમીન પચાવવાનું ષડયંત્ર?

Gujarat, National, News
ધરમપુર, નાની વહિયાળ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામમાં આવેલો એક જર્જરિત મહેલ, જે આજે 'બંગલો' તરીકે ઓળખાય છે, તે રહસ્યો અને વિવાદોના વમળમાં ફસાયો છે. એક સમયે આલીશાન ગણાતો આ ત્રણ માળનો, 110 ઓરડાનો જર્જરિત બંગલો, અંદાજિત 7 એકર જમીનમાં પથરાયેલો છે અને લગભગ 200 વર્ષ જૂનો હોવાનું મનાય છે. આકર્ષક નકશીકામવાળા વલસાડી સાગનો ઉપયોગ કરીને બનેલો આ બંગલો આજે સંપૂર્ણપણે જર્જરિત અવસ્થામાં છે, જ્યાં ચામાચીડિયાઓએ પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું છે, જેના કારણે તે 'ભૂત બંગલો' તરીકે પ્રખ્યાત બન્યો છે. મહેલ/બંગલોની દીવાલો અને બારી-બારણાં તૂટી પડવાની અણી પર છે, છતાં સ્થાનિક ધારાસભ્ય તેને પ્રવાસન સ્થળ બનાવવાની 'જીદ' લઈને બેઠા છે. જોકે, તેમના આ ઇરાદા પાછળ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિસ્તારમાં કાર્યરત એક સંસ્થા આ બંગલાની જમીન પચાવી પાડી ત્યાં પ...
કોલવેરા-કોલક પાર્ટ-6 : “કોલવેરા: ગુજરાતનું ઉભરતું હિલ સ્ટેશન, પવિત્ર કોલક નદી, આદિવાસી આસ્થા અને પ્રવાસનના પડકારો”

કોલવેરા-કોલક પાર્ટ-6 : “કોલવેરા: ગુજરાતનું ઉભરતું હિલ સ્ટેશન, પવિત્ર કોલક નદી, આદિવાસી આસ્થા અને પ્રવાસનના પડકારો”

Gujarat, National, News
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું કોલવેરા ગામ ગુજરાતનું એક છૂપું રત્ન છે, જે પ્રકૃતિની ગોદમાં ખીલે છે. કોલવેરા ડુંગર, જ્યાંથી પવિત્ર કોલક નદી ઉદ્દભવે છે, તે માત્ર નૈસર્ગિક સૌંદર્યનું આગવું કેન્દ્ર નથી, પરંતુ આદિવાસીઓની આસ્થા અને સંસ્કૃતિનું પણ પ્રતીક છે. ગુજરાતના પ્રવાસન નકશા પર ઝળકતું આ નવું હિલ સ્ટેશન પ્રવાસીઓનું દિલ જીતી રહ્યું છે, પરંતુ તેની સાથે પર્યાવરણીય પડકારો, સ્થાનિકોની ચિંતાઓ અને વિકાસની અડચણો પણ ઉભી થઈ રહી છે. આ લેખમાં જાણીએ કોલવેરા-કોલકની પવિત્ર યાત્રા, તેની આગવી વિશેષતાઓ અને ભવિષ્યની આશાઓ વિશે. કોલવેરા ડુંગર: જીવનદાયી કોલક નદીનો ઉદ્દગમ.... કોલવેરા ડુંગરમાંથી નીકળતી કોલક નદી દક્ષિણ ગુજરાતની જીવનરેખા છે. સ્થાનિક લોકવાયકા અનુસાર, એક ઉંદરે ડુંગરમાં દર કોતર્યો, જેમાંથી નીકળેલું નિર્મળ પાણી આજે 50 કિલોમીટરની સફર કાપી અરબી સમુદ્રમાં ભળે છે. આ નદીનું ઉદ્દગમ સ્થળ એટલું શુદ્ધ ...
કોલવેરા-કોલક પાર્ટ-5 : “કોલવેરા પર્વત: આદિવાસીઓની આસ્થા પર પ્રવાસીઓનો પ્રકોપ! દેવસ્થાનકની પવિત્રતા જાળવવા ગામલોકોની માંગ”

કોલવેરા-કોલક પાર્ટ-5 : “કોલવેરા પર્વત: આદિવાસીઓની આસ્થા પર પ્રવાસીઓનો પ્રકોપ! દેવસ્થાનકની પવિત્રતા જાળવવા ગામલોકોની માંગ”

Gujarat, National, News
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલું કોલવેરા ગામ આદિવાસી સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું અનોખું કેન્દ્ર છે. અહીં આવેલો કોલવેરા પર્વત સ્થાનિક આદિવાસીઓ માટે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. ગામલોકો આ આખા પર્વતને દેવસ્થાનક માને છે અને દર પાંચ વર્ષે અહીં સાત દિવસની વિશેષ પૂજાનું આયોજન કરે છે. લોક માન્યતા મુજબ કોલવેરા પર્વતને માવલી માતાજીએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. પર્વતની ટોચ પર અધૂરા મંદિરના પાયાને દેવોના કાર્ય સાથે જોડવામાં આવે છે, જે માવલી માતાની દૈવી ઉપસ્થિતિનું પ્રતીક છે. કોલવેરામાં દર પાંચ વર્ષે યોજાતી ધાર્મિક પૂજામાં છ દિવસ પર્વતની તળેટીમાં આવેલા મંદિરમાં ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જ્યારે સાતમા દિવસે પર્વતની ટોચ પર દિવસ-રાત ચાલતી અખંડ કથા-ધૂનનું આયોજન થાય છે. આ દરમિયાન ભગત વિશેષ મંત્રોચ્ચાર સાથે માવલી માતા પાસે કોલવેરા અને આજુબાજુના ગામોમાં સુખ-શાંતિના આશ...