Wednesday, February 18News That You Want to Read

News

પર્યટન પછી શિક્ષણ ક્ષેત્રે પણ તુર્કીયે સાથે છેડો ફાડતી ભારતની સંસ્થાઓ

પર્યટન પછી શિક્ષણ ક્ષેત્રે પણ તુર્કીયે સાથે છેડો ફાડતી ભારતની સંસ્થાઓ

National, News
Vihar Vaishnav, હૈદરાબાદ: મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટી (MANUU) એ ગુરુવારે યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ, તુર્કીયે સાથેના તેના શૈક્ષણિક સમજૂતી કરાર (MoU) ને તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરી. ભારત-પાકિસ્તાન તણાવની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓને તુર્કીયે દ્વારા સમર્થન આપવાના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ 2 જાન્યુઆરી, 2024 ના રોજ યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ, તુર્કીયે સાથે પાંચ વર્ષ માટે એક એમઓયુ કર્યા હતા, જે અંતર્ગત ભાષા, ભાષાશાસ્ત્ર અને ઇન્ડોલોજી સ્કૂલમાં ટર્કિશ ભાષામાં ડિપ્લોમા શરૂ કરવામાં આવ્યો હતો. આ માટે એક વિઝિટિંગ પ્રોફેસરની સેવાઓ લેવામાં આવી હતી.  MANUUના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તુર્કીયેથી આવેલા વિઝિટિંગ પ્રોફેસર પહેલાથી જ પોતાના દેશ પરત ફર્યા છે. આ નિર્ણય સાથે, MANUU તુર્કીયેની શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહયોગમાંથી ખસી જતી ભા...
Miss World 2025 સ્પર્ધાની આ ઘટનાએ મચાવ્યો હોબાળો !

Miss World 2025 સ્પર્ધાની આ ઘટનાએ મચાવ્યો હોબાળો !

National, News
Vihar Vaishnav : હૈદરાબાદમાં હાલ 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધામાં તેલંગાણાની મહિલાઓ દ્વારા મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોવાનાની એક બાબતે હોબાળો મચી ગયો છે. આ અંગેની એક ક્લિપ વાઈરલ થઈ છે જેમાં સ્પર્ધકો પરંપરાગત વસ્ત્રોમાં બેઠા છે અને સ્થાનીક મહિલાઓ પિત્તળના વાસણોનો ઉપયોગ કરીને તેમના પગ પર પાણી રેડી રહી છે અને સ્પર્ધકો માટે ટુવાલ લાવતી પણ નજરે પડી રહી છે.તેલંગાણાની મહિલાઓએ મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોવા પર BRS એ કોંગ્રેસ સરકારની ટીકા કરી, અને તેને શરમજનક ગણાવ્યું છે. આ અંગે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને બીઆરએસના વરિષ્ઠ ધારાસભ્ય પી. સબિતા ઇન્દ્ર રેડ્ડીએ કોંગ્રેસ સરકારની ટીકા કરતા કહ્યું કે, આ કૃત્ય રાજ્યમાં મહિલાઓના ગૌરવનું ઘોર અપમાન છે. આ ઘટના સંદર્ભે તેમણે મહિલા સશક્તિકરણ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા, BRS ના કાર્યકારી પ્રમુખ ક...
#Operation Sindoor ની જ્વલંત જીતને બિરદાવતા દેશના અનેક રેલવે સ્ટેશનો ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યા

#Operation Sindoor ની જ્વલંત જીતને બિરદાવતા દેશના અનેક રેલવે સ્ટેશનો ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યા

National, News
Vihar Vaishnav, Hyderbad : Operation Sindoor ની જ્વલંત જીતને બિરદાવતા દેશના અનેક રેલવે સ્ટેશનો ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યા#Operation Sindoor: ભારતીય રેલ્વેએ ભારતભરના રેલ્વે સ્ટેશનોને ત્રિરંગાથી પ્રકાશિત કરીને ભારતીય સેનાની બહાદુરી અને હિંમતને સલામ કરી.જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતક આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' ની સફળતાની ઉજવણી કરવા માટે ભારતભરના અનેક રેલ્વે સ્ટેશનો ત્રિરંગાથી ઝળહળ્યા. ગુજરાતનું એકતાનગર રેલ્વે સ્ટેશન, વીરોને સમર્પિત, ત્રિરંગાના પ્રકાશથી પ્રકાશિત થયું, તો મહારાષ્ટ્રના મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રાષ્ટ્રના ગૌરવને પ્રતિબિંબિત કરી કેસરી, સફેદ અને લીલા રંગની આકર્ષક રોશનીથી ઝળહળ્યુ. સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, "છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને #Operation Sindoorની સફળતા...
BJPનો સામનો કરવા આમણે લેવી પડશે AIની તાલીમ !

BJPનો સામનો કરવા આમણે લેવી પડશે AIની તાલીમ !

National, News
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ: હવે, AI રાજકારણમાં પણ પ્રવેશ કરી રહ્યું છે. ડિસેમ્બર 2023ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો સામનો કરવા માટે કૉંગ્રેસ આ ડિજિટલ પરિવર્તન લાવવા તરફ વળી રહી છે. નવા યુગની ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકો માટે એક અનિવાર્ય સાધન બની રહી છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.એક સમયે ફક્ત વિશિષ્ટ ક્ષેત્રો સુધી મર્યાદિત રહેતા, AI, દવા, માર્કેટિંગ, એન્જિનિયરિંગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહીત અનેક વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યુું છે. રાજકીય પક્ષોના સત્તાવાર હેન્ડલ્સ માટે ફૉટોઝ અને સોશિયલ મીડિયા સામગ્રી જનરેટ કરવા માટે AI નો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે, ત્યારે હવે એક નવો ...
Nothing Phone 3 : થઈ જાઓ તૈયાર આવી રહ્યો છે….!

Nothing Phone 3 : થઈ જાઓ તૈયાર આવી રહ્યો છે….!

News, Science & Technology
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ: નથિંગ કંપનીએ તેના આગામી સ્માર્ટફોન Nothing Phone 3 માટે પ્રીમિયમ પોઝિશનિંગ કનફર્મ કર્યું છે. આ ફોનની  કિંમત અગાઉના મોડેલો કરતાં નોંધપાત્ર રીતે વધુ હશે. કંપનીના CEO કાર્લ પેઈએ તાજેતરમાં એક યુ્ટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફોન 3 ની કિંમત આશરે EUR 800, એટલે કે લગભાગ 1063 યુએ ડૉલર અને જે ભારતમાં અંદાજે ₹90,500 જેટલી હશે. Nothing Phone 3  કંપનીના ફ્લેગશિપ સેગમેન્ટમાં પ્રવેશ દર્શાવે છે. Nothing Phone 3 ની મુખ્ય વિશેષતાઓ પર એક નજર કરીએ... પ્રીમિયમ ડિઝાઇન અને બિલ્ડ: ટાઇટેનિયમ ફ્રેમ અને ઉચ્ચ ગુણવત્તાવાળા મટિરિયલ્સનો ઉપયોગ. AI સંકલિત ફીચર્સ:  જબજસ્ત AI ક્ષમતા સાથે સ્માર્ટ યુઝર અનુભવ. શક્તિશાળી પ્રોસેસર: Snapdragon 8 Gen 3 અથવા Snapdragon 8s Gen 3 (Elite) ચિપસેટની શક્યતા મોટી AMOLED ડિસ્પ્લે: 6.5 ઇંચ અથવા વધુના સ્ક્રીન સાઇઝની અપેક્ષા. ...
તિરૂપતિ-તિરુમાલા ખાતે VIP બ્રેક દર્શન 15મી મેથી ફરી શરૂ થશે

તિરૂપતિ-તિરુમાલા ખાતે VIP બ્રેક દર્શન 15મી મેથી ફરી શરૂ થશે

National, News
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ:  એક મહત્વપૂર્ણ અપડેટમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ આગામી 15મી મેથી VIP બ્રેક દર્શન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તિરુમાલા: દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરૂપતિ મંદિર તરફથી યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ 15 મેથી VIP બ્રેક દર્શન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉનાળામાં નિયમિત યાત્રાળુઓ માટે સરળ પ્રવેશ સુવિધાને સુનિશ્ચિત કરવાના હેતુથી VIP ભલામણ પત્રોને એક મહિના માટે કામચલાઉ ધોરણે સ્થગિત કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આંધ્રપ્રદેશના એન્ડોવમેન્ટ એટલે કે દાન-ધર્મ ખાતાના મંત્રી અનમ રામનારાયણ રેડ્ડીએ જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં ખાસ દર્શન બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેના સાંસદો, ધારાસભ્યો અને MLC ના ભલામણ પત્રો ધરાવતા લોકો માટે ફરી એકવાર આ સેવા ઉપલબ્ધ થશે. તિરુમાલા ખાતે ભીડમાં ઘટા...

કેમ હાર્વર્ડ યુનિવર્સિટીએ હૈદરાબાદ મેટ્રો રેલ પર સંશોધન કર્યું ?

National, News, Science & Technology
હૈદરાબાદ: હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધને હૈદરાબાદ મેટ્રો રેલને વિશ્વભરમાં સૌથી મોટા જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મેટ્રો રેલ પ્રોજેક્ટ્સમાંના એક તરીકે માન્યતા આપી છે.હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં રેલ પ્રોજેક્ટ પર કેસ સ્ટડી પ્રકાશિત કરીને હૈદરાબાદ મેટ્રો રેલને વિશિષ્ટ માન્યતા આપી છે. આ અભ્યાસ તેને વિશ્વભરમાં સૌથી મોટી જાહેર-ખાનગી ભાગીદારી (PPP) એટલે કે પબ્લીક પ્રઈવેટ પાર્ટનરશીપ મેટ્રો રેલ પહેલોમાંની એક તરીકે પ્રકાશિત કરે છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં દર્શાવવામાં આવેલ કેસ સ્ટડી, મેટ્રોની નોંધપાત્ર સિદ્ધિઓને દર્શાવે છે. અખબારી અહેવાલો મુજબ, હાર્વર્ડે પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ જર્નલમાં 'હૈદરાબાદ મેટ્રો - કન્સેપ્ટથી અમલીકરણ સુધી: જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિશ્વનો સૌથી મોટો મેટ્રો રેલ પ્રોજેક્ટ' નામનો કેસ સ્ટડી પ્રકાશિત કર્યો છે. આ કેસ સ્ટડી ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB)-હૈદરાબાદ દ્વારા કર...
વાપીમાં યોગીગ્રામના નિર્માણ માટે વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ સાથે યોજાશે શ્રીમદ્દ ભાગવત કથા

વાપીમાં યોગીગ્રામના નિર્માણ માટે વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ સાથે યોજાશે શ્રીમદ્દ ભાગવત કથા

Gujarat, News
વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ પુરુષ અધ્યાપન મંદિર (PTC) કોલેજ ખાતે આગામી 13મી મેં થી 19મી દરમ્યાન શ્રીમદ્દ ભાગવત સાપ્તાહિક કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી વાપીની જનતાને માહિતગાર કરવા આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વિશેષ ઉપસ્થિત રહેલા આનંદા યોગાશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ અને યોગગુરુ સ્વામી ગણેશાનન્દજીએ જણાવ્યું હતું કે, તેમના ટ્રસ્ટ દ્વારા આ શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય વાપીમાં યોગગ્રામ નિર્માણ કરવાનો છે. આ શ્રીમદ્દ ભાગવત કથા 13મી મેં થી 19મી મેં સુધી ચાલશે. કથામાં જીગ્નેશ દાદા રાધેરાધે કથાનું રસપાન કરાવશે. વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો પણ કથા સાથે આયોજિત કરવામાં આવ્યાં છે. કથા માટે તેમજ યોગગ્રામ નિર્માણ માટે વાપીના અનેક દાતાઓનો સહકાર મળી રહ્યો હોવાનું જણાવી યોગગુરુએ આ કથામાં મોટી સ...
ગુજરાત પોલીસ માટે પડકાર:- ભુજ અને અમદાવાદ JIC માં હાલ ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાથ ધરેલ કોમ્બિન્ગમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ-પાકિસ્તાનીઓને ક્યાં રાખશે?

ગુજરાત પોલીસ માટે પડકાર:- ભુજ અને અમદાવાદ JIC માં હાલ ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાથ ધરેલ કોમ્બિન્ગમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ-પાકિસ્તાનીઓને ક્યાં રાખશે?

Gujarat, National, News
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 27 ભારતીય નાગરિકોના મોત બાદ દેશભરમાં વિદેશી નાગરિકો ખાસ કરીને બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. ગુજરાતમાં પણ ગુજરાત પોલીસે આ ઝુંબેશ હેઠળ 1000 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. એકલા વલસાડ જિલ્લામાંથી જ આવા 350 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને વિવિધ પોલીસ થાણામાં લાવી તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે દેશમાં ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકો ગુજરાતમાં ક્યાંયથી પણ પકડાય તો તેને ભુજ અને અમદાવાદ Joint Interrogation Center (JIC) માં લઇ જવા પડે છે. હાલમાં બન્ને સ્થળે ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, હાલમાં પકડાયેલાઓને ક્યાં લઈ જશે? એ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં હાલ વિદેશી નાગરિકોનું ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. સુરત, અમદાવાદ જેવા શહેરોમાં પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જે બાદ આ વિદેશી નાગરિકોને ક્યાં રાખવા...
એક્સપ્રેસ વે પ્રોજેકટમાં કરોડો રૂપિયાની માટી ઠાલવવા ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ માટીના ડમ્પર દોડાવતા અને તળાવમાં માટી ઉલેચવામાં નિયમોનો ઉલાળ્યો કરનારાઓને ગામ લોકો પરેશાન કરતા હોવાની રાવ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી…!

એક્સપ્રેસ વે પ્રોજેકટમાં કરોડો રૂપિયાની માટી ઠાલવવા ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ માટીના ડમ્પર દોડાવતા અને તળાવમાં માટી ઉલેચવામાં નિયમોનો ઉલાળ્યો કરનારાઓને ગામ લોકો પરેશાન કરતા હોવાની રાવ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી…!

Gujarat, National, News
વલસાડ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વે ની  કામગીરીમાં માટી પુરાણ કરવા જિલ્લાના તળાવો માંથી માટી ઉલેચતા Valsad Soil & Earth Movers Association ના સભ્યોએ મંગળવારે વલસાડ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જો કે, આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ સમગ્ર રજુઆત એક્સપ્રેસ વે નિર્માણ પ્રોજેકટમાં પેકેજ 8 અને 9 ની કામગીરી કરનાર Roadway Solutions India Infra Ltd. ના ઈશારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.  અત્રે નોંધનીય છે કે, એક્સપ્રેસ વે ના પેકેજ 8-9 અને 10નું કામ જે Roadway Solutions India Infra Ltd. ને સોંપ્યું છે. તેમના દ્વારા આ પેકેજમાં આવતા નદી-નાળાના પુલ/બ્રિજ અને અન્ડરપાસ ના કે વીજ લાઇનના હાઇટેનશન ટાવર હટાવવાની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી કરાઈ તો કઈ રીતે કહી શકાય કે માટી કામના કારણે એક્સપ્રેસ વે પ્રોજેકટ વિલંબમાં પડશે. ટૂંકમાં અન્ય કારણો છુપાવવા માટી એસોસિએશનના સભ્યોને આગળ ક...