ભારતની મોટી સિદ્ધિ! પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક ‘Nafithromycin’ વિકસાવ્યું, કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત અસરકારક
વૉકહાર્ટના સહયોગથી DBT દ્વારા સંશોધન: ઉદ્યોગ-શિક્ષણ જગતની ભાગીદારીનું સફળ ઉદાહરણ
Advertisement
હિમોફિલિયાની જીન થેરાપીનું પ્રથમ સ્વદેશી ક્લિનિકલ ટ્રાયલ પણ સફળ
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર), ડૉ. જિતેન્દ્ર સિંહે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભારતે પોતાની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક "નેફિથ્રોમાઇસિન"/ Nafithromycin વિકસાવી છે. આ એન્ટિબાયોટિક પ્રતિરોધક શ્વસન ચેપ સામે અત્યંત અસરકારક છે અને ખાસ કરીને કેન્સરના દર્દીઓ તથા અનિયંત્રિત ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
ડૉ. સિંહે કહ્યું કે આ અણુ સંપૂર્ણપણે ભારતમાં જ કલ્પના કરાયેલો, વિકસાવેલો અને ક્લિનિકલી પ્રમાણિત થયેલો પ્રથમ અણુ છે, જે દવાના ક્ષેત્રમાં 'આત્મનિર્ભરતા' તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
સરકારી-ખાનગી ક્ષેત્રનો સફળ સહયોગ:
આ એન્ટિબાયોટિક ભારત સરકારના જૈવ તકનીકી વિભાગ (DBT) દ્વારા જાણ...









