Friday, June 20News That You Want to Read

Gujarat

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી : VMCએ સિંગલ યુઝ પ્લાસ્ટીક માટે પોતાની કચેરીથી જ શરૂઆત કરી, સ્ટાફ પાણી પીવા માટે સ્ટીલની બોટલનો ઉપયોગ કરશે, ચાલુ વર્ષે 50 હજાર વૃક્ષો રોપશે

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી : VMCએ સિંગલ યુઝ પ્લાસ્ટીક માટે પોતાની કચેરીથી જ શરૂઆત કરી, સ્ટાફ પાણી પીવા માટે સ્ટીલની બોટલનો ઉપયોગ કરશે, ચાલુ વર્ષે 50 હજાર વૃક્ષો રોપશે

Gujarat
આજે 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વાપી મહાનગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા માટે નોંધપાત્ર પગલાંઓની શરૂઆત કરી છે. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં પર્યાવરણ સંરક્ષણ માટેની પહેલોની જાહેરાત કરવામાં આવી. વાપી મહાનગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા માટે મહત્વના પગલાં લીધા છે. મનપા કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવાની શરૂઆત મનપા કચેરીથી જ કરવામાં આવી છે. હવે મનપા કર્મચારીઓ પાણી પીવા માટે સ્ટીલની બોટલનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, વાપીને હરિયાળી બનાવવા માટે આ વર્ષે 50,000 વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જાહેર સ્થળો, બગીચાઓ અને સોસાયટીઓમાં આ વૃક્ષો રોપાશે. વેલસ્પન કંપનીના સહયોગથી 10,000 કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી લોકો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ઘટાડે. વાપીના પદ્મભૂષણ રજ...
Vapi Bullet Train Station – ઝડપ અને જોડાણનો નવો યુગ… જોઈ લો! સ્ટેશનની અત્યાર સુધીની કામગીરીનો વિડિઓ

Vapi Bullet Train Station – ઝડપ અને જોડાણનો નવો યુગ… જોઈ લો! સ્ટેશનની અત્યાર સુધીની કામગીરીનો વિડિઓ

Gujarat, National, News, Science & Technology
વાપીમાં ઝડપ અને જોડાણનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે. મજબૂત પાયાઓથી લઈને ઉભરતી માળખાકીય સુવિધાઓ સુધી, વાપી બુલેટ ટ્રેન સ્ટેશન ઝડપથી પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જે ઝડપી પ્રવાસ, મજબૂત વ્યવસાયિક સંબંધો અને મુંબઈ, સુરત અને અમદાવાદ સાથે સરળ જોડાણનું માધ્યમ બનશે. વાપી બુલેટ ટ્રેન સ્ટેશનની બાંધકામ કામગીરી અત્યારે ઝડપથી આગળ વધી રહી છે, અને તેના પૂર્ણ થવાની નજીક આવી રહ્યું છે. આ સ્ટેશન માત્ર ઝડપી પ્રવાસની સુવિધા જ નથી આપવાનું, પણ વ્યવસાયિક સંબંધોને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ શહેરો સાથે સરળ જોડાણ સ્થાપિત કરવામાં મદદ કરશે. મુંબઈ, સુરત અને અમદાવાદ જેવા મહત્વપૂર્ણ શહેરો સાથેનું જોડાણ આ સ્ટેશનથી થશે, જે પ્રવાસીઓ અને વ્યવસાયિકો માટે ઘણી સગવડો લાવશે. વાપી બુલેટ ટ્રેન સ્ટેશન મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો એક ભાગ છે, જે ગુજરાતમાં આવેલું છે. આ સ્ટેશન મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનું પાં...
વલસાડ જિલ્લા પોલીસે એક મહિનામાં 30 નાસતા-ફરતા ગુનેગારોને ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લા પોલીસે એક મહિનામાં 30 નાસતા-ફરતા ગુનેગારોને ઝડપી પાડ્યા

Gujarat
વલસાડ જિલ્લા પોલીસે માત્ર એક મહિનાના ગાળામાં 30 નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડીને હત્યા, અપહરણ, બળાત્કાર, છેતરપિંડી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. પોલીસે અંગત બાતમીદારો, ટેકનિકલ ટીમો અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની હયાતીની માહિતી મેળવી. ભારતના વિવિધ રાજ્યોમાં કેમ્પ રાખીને અને સ્થાનિક વેશ ધારણ કરીને પોલીસે ખંતપૂર્વક મહેનત કરી. 1 મે, 2025થી 31 મે, 2025 દરમિયાન આ ઝુંબેશમાં 30 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી. આ આરોપીઓ સામે વલસાડ, નવસારી અને સુરત ગ્રામ્ય જિલ્લામાં નોંધાયેલા ગંભીર ગુનાઓના કેસ ઉકેલાયા છે. વલસાડ એલ.સી.બી.ના પીઆઈ ઉત્સવ બારોટે જણાવ્યું કે, આ ઝુંબેશમાં 28 વર્ષ, 25 વર્ષ, 21 વર્ષ અને 7 વર્ષથી નાસતા-ફરતા આરોપીઓને પકડવામાં આવ્યા. આ સફળતાએ વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે આ તમામ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ...
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા GPCB, GIDC, NAA, VGEL અને ઉદ્યોગકારોના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે વાપીમાં સાયક્લોથોનનું આયોજન

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા GPCB, GIDC, NAA, VGEL અને ઉદ્યોગકારોના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે વાપીમાં સાયક્લોથોનનું આયોજન

Gujarat, National
વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા 2 જૂનથી 8 જૂન 2025 સુધી એક સપ્તાહ સુધી ચાલનારી વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડ્રાઇવના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. 3 જૂન 2025ના રોજ, "વિશ્વ સાયકલ દિવસ" નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), નોટિફાઇડ એરિયા ઓથોરિટી - વાપી (NAA), વાપી ગ્રીન એન્વાયરો લિ. (VGEL) અને વાપીના ઉદ્યોગકાર મિત્રોના સહયોગથી એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલી VIA ગ્રાઉન્ડથી શરૂ થઈ, વિશાલ મેગા મોલ, પ્રાઈમ સર્કલ, ગુંજન ચોકડી, રેમંડ સર્કલ, મોરારજી સર્કલ થઈને પુનઃ પ્રાઈમ સર્કલ અને વિશાલ મેગા...
વાપી નજીક દેગામ ખાતે મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટે મુકબધીર યુવકના માતાપિતા બની લગ્ન કરાવ્યા

વાપી નજીક દેગામ ખાતે મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટે મુકબધીર યુવકના માતાપિતા બની લગ્ન કરાવ્યા

Gujarat, National
વાપી નજીક દેગામ ખાતે આવેલી મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, જે 1997થી બહેરા-મૂંગા અને દિવ્યાંગ બાળકોને નિશુલ્ક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવે છે, ત્યાં 1લી જૂન 2025ના ખુશીનો શુભ પ્રસંગ યોજાયો હતો. અહીં જ મોટો થયેલ મુક બધિર યુવક રાધેશિવના મુકબધીર યુવતી અંબા સાથે લગ્ન યોજાયા હતાં. જેમાં આ નવદંપતિ લગ્નગ્રંથી ના બંધને બંધાયા હતાં. આ સંસ્થામાં 120થી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા સાથે રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે. ટ્રસ્ટમાં અનાથ યુવક રાધે શિવના લગ્નનો શુભ પ્રસંગ ઉજવાયો હતો. ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. મોહન દેવ અને ડૉ. ચિંતન પટેલે જણાવ્યું કે, 15 વર્ષ પહેલાં પોલીસ દ્વારા સોંપાયેલા આ અનાથ બાળકને ટ્રસ્ટે માતા-પિતાનો સ્નેહ આપી, શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવ્યો. આજે રાધે શિવના લગ્ન ધગડમાળના મોહનભાઈ કલ્યાણભાઈ પટેલ અને રમીલાબેન મોહનભાઈ પટેલની પુત્રી અંબાબેન સા...
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ગ્રીન સોસાયટીની પર્યાવરણીય પહેલ :- 575 ચોરસ મીટરમાં પોકેટ ગાર્ડન, 1250 ચોરસ મીટરમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ અને વૃક્ષારોપણ કરશે

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ગ્રીન સોસાયટીની પર્યાવરણીય પહેલ :- 575 ચોરસ મીટરમાં પોકેટ ગાર્ડન, 1250 ચોરસ મીટરમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ અને વૃક્ષારોપણ કરશે

Gujarat
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ની ગ્રીન સોસાયટી પર્યાવરણની જાળવણી માટે સતત પ્રયાસો કરી રહી છે. ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ, પોકેટ ગાર્ડન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વાપીને હરિયાળું બનાવવાની દિશામાં મહત્વના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ગયા વર્ષે, 5 જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે, આંબેડકર ચોકથી વિનંતી નાકા સુધી 9200 ચોરસ મીટરના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં 1300 મોટાં વૃક્ષો અને 11,000 છોડ રોપવામાં આવ્યા, અને આ વર્ષે ચોમાસા પહેલાં માવજતનું કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું. એ જ રીતે, બેન્ક ઓફ બરોડાથી સેન્ટર ઓફ એક્સલન્સ સુધી 29,000 ચોરસ મીટરના વિસ્તારમાં શરૂ કરાયેલ ગ્રીન બેલ્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 21,000 ચોરસ મીટરમાં 6200 વૃક્ષો અને 16,000 છોડ રોપવામાં આવ્યા, જેની માવજત હાલ પણ ચાલુ છે. આ વર્ષે, 5 જૂન 2025ના વિશ્વ પર્યાવરણ દિ...
વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા છરવાડા સ્થિત વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 230 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું. ટ્રસ્ટી પરેશ અંટાળાએ જણાવ્યું કે, બ્લડ બેંકમાં રક્તની ઘટ દૂર કરવા છેલ્લા ત્રણ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સમાજના રક્તવીરો ઉત્સાહપૂર્વક રક્તદાન કરે છે. આ વખતે 230 યુનિટ રક્ત એકત્ર થયું, જ્યારે અગાઉના કેમ્પમાં 300થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ કેમ્પ દર વર્ષે 1 જૂનથી 10 જૂન વચ્ચે યોજાય છે, જેમાં પટેલ સમાજના આગેવાનો અને દાતાઓ ઉદાર સહયોગ આપે છે. રક્તદાન કેમ્પની સાથે સમાજનો વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે, જેમાં ધોરણ 1થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ શાળા-કોલેજ અને સમાજનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. આ પહેલ દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ સામાજિક સેવા અને શૈક્ષણિક ઉત્કર્ષને પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર...
વલસાડમાં ‘Operation Shield’ અંતર્ગત તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સફળ Mock drill

વલસાડમાં ‘Operation Shield’ અંતર્ગત તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સફળ Mock drill

Gujarat, National
વલસાડ જિલ્લામાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી ચકાસવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ‘Operation Shield’ અંતર્ગત તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવાર, તા. 31 મેના રોજ સાંજે 5 વાગ્યે હવાઈ હુમલાની Civil Defense Mock Drill (દ્વિતીય)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. મોકડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. હુમલા બાદ મંદિરે દર્શનાર્થે આવેલા પાંચ ઈજાગ્રસ્તોને યુદ્ધના ધોરણે એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોએ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચીને હુમલામાં ફસાયેલા 20 લોકોને બસ મારફત સર્કિટ હાઉસમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી બખૂબી પૂર્ણ કરી. ફાયર ફાયટર ટીમે પણ સમયસર પહોંચીને આગ બુઝાવવાનું ...
વાપી GIDC માંથી પસાર થતી બીલખાડીને પ્રદૂષણમુક્ત કરી આસપાસમાં ગ્રીન ઝોન ઉભો કરીશું તો, જ વાપીને એક આદર્શ ઔદ્યોગિક શહેર બનાવવામાં સફળ થઈશું

વાપી GIDC માંથી પસાર થતી બીલખાડીને પ્રદૂષણમુક્ત કરી આસપાસમાં ગ્રીન ઝોન ઉભો કરીશું તો, જ વાપીને એક આદર્શ ઔદ્યોગિક શહેર બનાવવામાં સફળ થઈશું

Gujarat, National
નમસ્તે, આજે આપણે વાપી GIDCના એક ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે નથી માત્ર પર્યાવરણની ચિંતા, પરંતુ આપણા સૌના સ્વાસ્થ્ય અને સલામતી સાથે જોડાયેલો છે.  વાપી GIDC, જે ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર છે, તેની બીલખાડી અને વરસાદી ગટરોની સ્થિતિ આજે ચિંતાજનક છે. દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ કામગીરી અધૂરી રહી છે. આ બેદરકારી અને ઉદાસીનતા આપણા પર્યાવરણ અને જનજીવનને નુકસાન પહોંચાડી રહી છે. ખેદની વાત છે કે, નોટિફાઇડ એરિયા ઓથોરિટી, જેની જવાબદારી છે વાપી GIDC અને રહેણાંક વિસ્તારોની ગટરો, ડ્રેનેજ લાઇન અને બીલખાડીની સફાઈની, તે પોતાની જવાબદારીમાં નિષ્ફળ રહી છે. દર વર્ષે લાખો રૂપિયા ખર્ચવા છતાં, આ વખતે અનેક સ્થળોએ વરસાદી ગટરોની સફાઈ અધૂરી છે. બીલખાડીમાં ભંગારીયાઓ દ્વારા નકામો કચરો ઠાલવવામાં આવે છે, અને કેટલી...
વલસાડ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સના માત્ર 7 ગુન્હામાં જ જપ્ત કરેલ 28.98 કરોડના 105 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો…!

વલસાડ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સના માત્ર 7 ગુન્હામાં જ જપ્ત કરેલ 28.98 કરોડના 105 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો…!

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી હેઠળ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાયેલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સ ડ્રગ્સનો મુદ્દામાલ નાશ કર્યો છે. આ ડ્રગ્સનું કુલ વજન 105.085 કિલો ગ્રામ છે અને તેની કિંમત લગભગ 28 કરોડ 98 લાખ 44 હજાર 590 રૂપિયા છે. ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા અને યુવાનોમાં તેના વધતા ઉપયોગને અટકાવવા માટે તા. 21/05/2025 થી તા. 19/06/2025 દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ, વલસાડ જિલ્લા પોલીસે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં 31/05/2025ના રોજ દહેજ, ભરૂચ ખાતે BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં આ નાર્કોટિક્સનો નાશ કર્યો છે. જપ્ત કરાયેલ ડ્રગ્સમાં ડુંગરીથી 2 NDPS ના ગુન્હામાં 80.759 કિલો ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની કિંમત 12 કરોડ 50 લાખ 14 હજાર 900 રૂપિયા હતી, અને ઉમરગામથી 1 NDPS ગુન્હામાં 9.16 કિલો ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું ...