બ્લેક હોલનો અજોડ કમાલ! તારાનો જન્મ અટકાવી આકાશગંગાઓને આપે છે નવો આકાર!
ભારતીય ખગોળશાસ્ત્રીઓની અદભૂત શોધે બ્રહ્માંડના રહસ્યોના નવા દ્વાર ખોલ્યા
"બ્રહ્માંડ… જ્યાં દરેક પળે કંઈક અદ્ભુત બને છે! પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે બ્લેક હોલ – જે બધું ગળી જાય છે – તે આપણી ગેલેક્સીનો સ્વરૂપ પણ નક્કી કરી શકે? ભારતીય ખગોળશાસ્ત્રીઓએ એવી જ એક જાણકારી આપી છે, જે આપણું બ્રહ્માંડ જોવાનું દ્રષ્ટિકોણ બદલાવી શકે છે!"
"Indian Institute of Astrophysicsના વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે આકાશગંગાના કેન્દ્રમાં રહેલા બ્લેક હોલ તારાઓના જન્મને અટકાવે છે! હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે – બ્લેક હોલ માત્ર વિનાશક નથી, તે તારાઓની સર્જન પ્રક્રિયા પર પણ નિયંત્રણ રાખે છે!"
"500થી વધુ સક્રિય ગેલેક્સી ન્યુક્લિયસના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે બ્લેક હોલમાંથી નીકળતા તેજસ્વી વિકિરણ અને શક્તિશાળી જેટ્સ એટલા પ્રબળ હોય છે કે આસપાસનો ગેસ બહાર ધકેલી દે છે."
હવે, જ...









